Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોના સંક્રમણની સ્થિતિમાં ભાજપ તરફથી કોઈપણ પ્રકારનું આયોજન કરવું નહીં:નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવા : પ્રદેશ પ્રમુખની સૂચના

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી

અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવા.

(7:20 pm IST)