Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

૮-૧૦ હોસ્પિટલને કોવિડ માટે રીક્વીઝીટ કરાશે

૧૫૦૦ બેડ ખાલી હોવાનો ગુપ્તાનો દાવો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો બેડની અછત ઉભી કરતી હોવાનો દાવો કરે છે

અમદાવાદ, તા. ૨૨ : એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં બેડની અછત થઇ રહી હોવાની વાત સામે આવી છે. જેમા કોરોના વચ્ચે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોનું ષડયંત્રને સામે આવ્યું છે. કેટલીક હોસ્પિટલ બેડની કૃત્રિમ અછત ઉભી કરતી હોવાનો દાવો કરે છે. ત્યારે અમદાવાદમાં ૧૫૦૦ બેડ ખાલી હોવાનો રાજીવ ગુપ્તાએ દાવો કર્યો છે. જેમા હવે વધુ ૮-૧૦ હોસ્પિટલને કોવિડ માટે રીક્વીઝીટ કરવામાં આવશે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર કોરોના વચ્ચે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો બેડની અછત ઉભી કરતી હોવાનો દાવો કરી રહી છે. જ્યારે અમદાવાદમાં ૧૫૦૦ બેડ ખાલી હોવાનો દાવો રાજીવ ગુપ્તા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે ૮-૧૦ હોસ્પિટલને કોવિડ માટે રીક્વીઝીટ કરવામાં આવશે. આ જોતા લાગી રહ્યું છે કે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ષડયંત્ર રચી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. જો લોકો સાવચેતી નહિં રાખે તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. કોરોના ગંભીર રૂપ ધારણ કરતું અટકાવવા માટે અમદાવાદમાં બે દિવસીય કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. તે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ સ્થિતિ ખરાબ થતા રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યું હતું.

(8:01 pm IST)