Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

મોટારાયપુરા ગામમાં જુના ઝગડા ની અદાવત રાખી બે વ્યક્તિઓને મારી ધમકી આપનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટારાયપુરા ગામમા રહેતા જયેશભાઇ દેવનભાઇ વલવીની ફરિયાદ મુજબ તેઓ ખેતરેથી પરત આવતા હતા તે વખતે સંદિપભાઇ સોમાભાઇ વલવી સામો મળેતા કહેવા લાગેલ કે, તને તો હું શોધું જ છું ગયા વર્ષે બચી ગયેલ તેમ કહી અગાઉ ના ઝઘડાની અદાવત રાખી લાકડી થી જયેશ ભાઇને માથામાં મારતા જયદિપભાઇ શનુભાઇ વલવી વચ્ચે પડી બચાવવા જતા તેને પણ મૂઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે કાયદેસર પગલાં લીધા છે

(11:13 pm IST)