Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતના માંગરોળના તરસાડીમાં જમાઈને મોતને ઘાટ ઉતાર્યો : બંનેની ધરપકડ

જમાઈની નાની દીકરીના બીમારીના ખર્ચા બાબતે બોલાચાલી થતા જમાઈને માર મારતા મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ના દાદરી મલકા વાળ માં આડોશ પાડોશમાં રહેતા સાશું સસરા અને જમાઈ વચ્ચે જમાઈની નાની દીકરીના બીમારીના ખર્ચા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં ઉશ્કેરાયેલા સાસુ-સસરાએ જમાઈને માર મારતા જમાઈનું કમકમાટીભર્યું મોત થતાં સાસુ-સસરા સામે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે

તરસાડી દાદરી વિસ્તારમાં રહેતો તોસીફ કેળાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેના લગ્ન દાદરી વિસ્તારમાં જ તેના ઘરની નજીક રહેતા યુનુસભાઇ ગુલામ ભાઈ પઠાણ ની છોકરી શયમાં સાથે છેલ્લાં બે વર્ષ પહેલા 2018માં  થયા હતા લગ્ન દરમિયાન બંને એક વર્ષની નાની છોકરી છે છેલ્લા એક મહિનાથી સાયમા તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી

શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તોફિકને તેના સસરા યુનુસભાઇ એ બૂમ પાડીને તેના ઘરે બોલાવ્યો હતો અને ત્યાં બનેવ વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો આ દરમિયાન તોસીફ અને  તેના  સસરા યુનુસભાઇ અને સાસુ સાલમાં જોર જોરથી બોલતા હતા કે તારી નાની છોકરી બીમાર છે અને શું તેની સારવાર ના પૈસા આપતો નથી તું મારી છોકરી સાયબાને તલાક આપી દે આમ જણાવી બળદેવ સાસુ-સસરાએ જમાઈ સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતા તે દરમિયાન સાસુ સલમાએ તોસીફ ના બંને હાથ પાછળથી પકડી લીધા હતા અને યુનુસભાઇ એ તો સપને છાતીના ભાગે જોરથી મારવા લાગ્યા હતા જેથી તોસીફ જમીન ઉપર ઢળી પડ્યો હતો આ જોઈ રહેલા તોસીફ ના ભાઈ જુનેદ અને બેન જમીલા ત્યાં દોડી ગયા હતા તોસીફ જમીન પર ઢળી પડયો હોય તેને મટાડવા જતાં તે કંઈ બોલતો નહોતો અને બેહોશીની હાલતમાં હતો જેથી જૂને દે તેના મોટાભાઇ આસિફને ફોન કરી હથુરણ ગામે થી તરત જ બોલાવ્યો હતો થોડી વારમાં તે પણ ત્યાં આવી જતા સ્થાનિક રીક્ષા ની મદદથી તોસીફ ને તે લોકો દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ખાનગી ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટના અંગે મૃતક તોસીફ ના નાનાભાઈ જુનેદ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ના સાસુ સલમાબેન અને સસરા યુનુસ ગુલામ પઠાણની વિરોધમાં હત્યાના ગુના ની ફરિયાદ આપી છે કોસંબા પોલીસે આરોપીઓની ગણતરીની મિનિટમાં ધરપકડ કરી મૃતકનું પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે

(10:06 pm IST)