Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજપીપળા શ્રીનાથજી વિસ્તારમાં અશાંતધારો નહિ લાગુ કરાઈ તો શ્રીનાથજી મંદિર વેચવાની નોબત આવશે : ટ્રસ્ટીઓ

રાજપીપલા દરબાર રોડ, શ્રીનાથજી ફળીયા,ઝોલા ખડકી, વિશાવાગા વિસ્તારમાં અશાંત ધારો લગાવવા સ્થાનિકો ની માંગ ઉગ્ર બની : મુખ્ય મંત્રી થી લઈને જિલ્લા કલેક્ટર સુધી લેખિત રજૂઆત કરાઇ: હિન્દુઓની બહુલ વસ્તી વાળા વિસ્તારોમાં ઉંચી કિંમત આપી મકાન લઇ શાંતિ ડહોળવાના પ્રયાસો થતા હોવાનો શ્રીનાથજી ટ્રસ્ટીઓનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર માં દરબારોડ, વિશાવગા વિસ્તારમાં અશાંત ધારો લગાવવા સ્થાનિકોની વર્ષોથી માંગ રહી છે ત્યારે હાલ શ્રીનાથજી મંદિર વિસ્તાર જેની નજીકમાં બહુચરાજી મંદિર, જગન્નાથ મંદિર, સહીત અનેક હિન્દૂ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી પણ વધુ હોય હિન્દુઓના તહેવારો ઘણી ધામધૂમ થી ઉજવાઈ છે જેમાં જો કોઈ અન્ય ધર્મ ના લોકો મકાન રાખે તો અશાંતિ ઉભી થાય એના કરતા આ વિસ્તારોમાં કોઈપણ ધર્મના લોકો મકાન ન લઇ શકે એમાટે અશાંત ધારો લાગુ કરવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટ્રીઓએ જિલ્લા કલેક્ટર થી લઈને પ્રાંત, ચીફ ઓફિસર, સાંસદને રજૂઆત કરી છે.


તાજેતર માં ભરૂચના અમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણ નો કિસ્સો બન્યો એ પહેલ ભરૂચ પાંચ બત્તી પાસે મંદિરો વેચવા કાઢ્યા ના બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવતા ત્યાં અશાંત ધારો લાગુ કર્યો ત્યારે શ્રીનાથજી હવેલી ના ટ્રસ્ટ્રીઓનું પણ કહેવું છે કે ભરૂચ જેવા બોર્ડ અમારે પણ મુકવા પડશે કેમકે ધીરે ધીરે હિન્દુઓના વિસ્તારોમાં અન્ય કોમના લોકો મકાનો લઇ રહ્યા છે. થોડા સમય પહેલા શ્રીનાથજી મંદિરની ગલીમાં વિનાયકભાઈ જગતાપ ના નામની મિલકત વેચવા બાબતે સ્થનિકોએ વાંધા અરજી આપી વિરોધ ઉઠાવ્યો હતો શ્રીનાથજી મંદિર નજીક ઝોલા ખડકીમાં પણ એક અન્ય કોમના પરિવારે ઉંચી કિંમત આપીને મકાન લીધું છે જે પણ રદ થાય એ માટે સ્થાનિક લોકોએ જિલ્લા રજીસ્ટાર કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિત તમામને લેખિત રજૂઆત કરતા અશાંત ધારાની માંગ પુનઃ પ્રબળ બની છે ત્યારે હવે તંત્ર શુ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે
શ્રીંનાથજી મંદિરના ટ્રસ્ટ્રી ઇન્દુલાલ શાહ સહિતના ટ્રસ્ટ્રીઓ એ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે હિન્દુઓની બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ કોમના કેટલાક લોકો ઉંચી કિંમત આપી ને મકાનો ખરીદે છે. શ્રીનાથજી મંદિર પાસે ઝોલા ખડકીમાં બે મિલકતો વેચાઈ એટલે આ વિસ્તારમાં હિન્દૂ વસ્તી અને હિન્દૂ દેવી દેવતાના મંદિરો આવેલા હોય, સાંકડી ગલીઓ હોય વાર તહેવારે નોનવેજ બનાવે તો અશાંતિ ઉભી થાય મંદિરે આવતા જતા અને સ્થાનિક રહીશો પરેશાની થાય જેમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તેથી આ વિસ્તારો માં અશાંત ધારો સરકાર લગાવે માટે આવી દરેક મિલ્કતોના દસ્તાવેજ રદ થાય એવી અમારી માંગણી છે.

(10:31 pm IST)