Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ડેડીયાપાડા તાલુકાની નેત્રંગ પરણાવેલી પરિણીતાના પતિ અન્ય સ્ત્રીને પત્ની તરીકે ઘરમાં રાખતા મહિલા પોલીસમાં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ટીમલા ગામમાં પરણાવેલી મહિલાએ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 વિરુદ્ધ ફરીયાદ કરતા ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેખાબેન રાવજીભાઇ વસાવા, રહે. નવાગામ તા.ડેડીયાપાડા એ આપેલી ફરીયાદ મુજબતેમના લગ્ન નેત્રંગ તાલુકાના ટીમલા ગામમાં થયા બાદ છુટાછેડા થયા વગર તેમના પતિ રાવજીભાઇ ભગુભાઇ વસાવાએ અન્ય સ્ત્રી સાથે પ્રેમ લગ્ન કરી ઘરમાં લાવી પત્ની તરીકે રાખેલ હોય અને તેમની સાથે આ બંને એ ગાળો આપી ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી નરપતભાઇ ઝીણાભાઇ વસાવા, સોમીબેન ભગુભાઇ વસાવા,જયરામભાઇ ભગુભાઇ વસાવા, રેખા બેન જયરામભાઇ વસાવા (તમામ રહે.ટીંમલા તા.નેત્રંગ જી.ભરૂચ)ઓને ઘરમાં રહેવા માટેની મદદ કરી એક સંપ થઇ ઘરમાંથી રેખાબેન ને કાઢી મુકી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:33 pm IST)