Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સાવધાન સુંદર યુવતીઓના નામે બ્લેકમેઇલરની જાળ આપઘાત સુધી દોરી જવા મજબૂર કરે છે

સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરના સીધા નેતૃત્વ હેઠળની સાઇબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમના તપાસમાં ખળભળાવતું સત્ય ઊજાગર : હરિયાણાથી ઝડપી લેવાયેલ આરોપીની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ શિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયા પણ સીપી ની સૂચના મુજબ અન્ય ઘટનાઓ પ્રકાશમાં લાવવા સક્રિય

 રાજકોટ તા.૨૨,  તાજેતરમાં સુરતની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ખૂબસૂરત યુવતીના નામના બનાવટી   આઇડી દ્વારા મિત્રતા કેળવી, ગલગલીયા કરાવતી બિભસ્ત વાતો કરી ઉતેજીત અંગો બતાવી અને વિડિયો કોલીંગથી ફસાવવાની બાબત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુધી પહોંચતાં આવા અનેક બ્લેકમેલરોને પોલીસ લોકઅપ ભેગા કરનાર એસીપી યુવરાજસિંહ ગોહિલને તપાસ સુપ્રત કર્યા બાદ આવા કેટલા લોકો ફસાયા છે, તેની તપાસ આરોપી સાદબ ખાનની આગવી ઢબે પૂછપરછ કરી મેળવવાં આવી રહી છે. અત્રે એ બાબત યાદ અપાવવી જરૂરી છે કે,.

ગઇ તા.૩૧/૧૦/૨૦૨૧ ના કલાક-૦૯/૪૫ પહેલા હરકોઇ વખતે કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ ઉપર___shreya097 નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાંથી આ કામના ફરીયાદીના મોટા ભાઇ સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાતચીત કરી પોતે છોકરી હોવાની ઓળખાણ આપી મેસેજો કરેલ તથા બિભત્સ વાતચીત કરી ફરીયાદીના ભાઇને ઉત્તેજીત કરી વિડીયો કોલ કરીતેઓનો બિભત્સ વિડીયો બનાવી તે વિડીયો મોબાઇલ નં. ૮૮૧૬૦૦૫૮૯૨ ના વોટ્સએપ ઉપરથી ફરીયાદીના ભાઇના વોટ્સએપ મોબાઇલ નંબર ઉપર મોકલી તેઓના સગા સબંધી તથા મિત્રોને વાયરલ કરવાની ધમકી આપેલ અને વિડીયો ડીલીટ કરવા સારૂ બળજબરીથી રૂપીયાની માંગણી કરતા આ કામના ફરીયાદીના ભાઇ નાઓએ તેમના પેટીએમ એકાઉન્ટ દ્વારા કુલ્લે રૂ.૨૦,૦૦૦/- મોકલી આપેલ હોવા છતાં વધુ રૂપીયાની માંગણી કરેલ હતી. જેથી આ કામના ફરીયાદીના ભાઇ નાઓએ તેઓના ફ્લેટમાં પંખાના હુક સાથે દોરી બાંધી આપઘાત કરતો હોવાનો ફોટો મોકલેલ હોવા છતાં પણ વિડીયો ડીલીટ કરવા માટે વધુ રૂ.૫,૦૦૦/- ની માંગણી કરેલ અને રૂ.૫,૦૦૦/- નહીં મોકલે તો તેઓની બહેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વિડીયો મોકલવાની ધમકી આપેલ અને આ કામના ફરીયાદીનાઓના ભાઇ આપઘાત કરી લે તે હદ સુધી દુષ્પ્રેરણ કરેલ હતું. જેના કારણે ફરીયાદીના ભાઇએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરેલ હોય આ બાબતે ગઇ તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૦૨૧૧૯૬૮ ઇ.પી.કો. કલમ-૩૦૬, ૩૮૪, ૫૦૭ તથા આઇ.ટી.એકટ કલમ- ૬૬(સી), ૬૬(ડી), ૬૬(ઇ), ૬૭ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

 કોઈ માણસને આપઘાત કરવા મજબૂર થવું પડે તે હદે ત્રાસ આપવાની બાબતને પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ખૂબ જ ગંભીર ગણવા સાથે ક્રાઇમ બ્રાન્ચ એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર આર.સરવૈયા સાથે ચર્ચા કરી અને આ બાબતને ટોપ પ્રાયોરિટી આપવામાં આવતા આરોપીને હરિયાણા ખાતેથી શોધી કાઢી આવા અન્ય કોને કોને મજબૂર કર્યાં છે તે બાબતે યુવરાજ સિંહ ગોહિલ ટીમ આદુ ખાઇ વિશેષ લોકો અને પરિવારનો માળો પિખાતો રોકવા મેદાને પડ્યા છે.

 ઉકત કાર્યવાહીમાં પીઆઇ ટી.બી.ચૌધરી, પીએસઆઈ જે.બી.આહિરના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્યબાર ટીમને એ.સી.પી.સાયબર સેલ દ્વારા કામે લગાડવામાં આવી છે. 

(11:30 am IST)