Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાહુલભાઇ શાહ દ્વારા ૬ ડિસેમ્બરે સંકલ્પ યાત્રામાં જોડાવા સનાતની ભાઈઓને હાકલ

વાપી, તા.૨૨: શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ ન્યાસ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાહુલભાઇ શાહ ના જણાવ્યા પ્રમાણે તારીખ ૬ ડિસે. ૨૦૨૧ થી, આ ચાર માંગણીઓ અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ માટે એક સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મથુરાથી અયોધ્યા, અયોધ્યાથી કાશી જશે અને ત્યારબાદ તમામ ઋષિઓની સૂચનાઓ પર આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જેમાં આ સરકાર પાસે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શ્રી કાશી વિશ્વનાથ પરથી અતિક્રમણ દૂર કરવું અને તેમની તમામ જમીન હિંદુ સમુદાયને સોંપવી, તમામ મંદિરો સરકારી નિયંત્રણમાંથી મુકત હોવા જોઈએ અને વૈદિક બોર્ડની રચના કરવી, આ દેશને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવો અને હિંદુ રાષ્ટ્રનું નવું બંધારણ બનાવવાની પ્રમુખ માંગણી સરકાર પાસે કરવામાં આવશે, શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ મુકિત દળના સરંક્ષક મહંત રાજુ દાસ મહારાજ, શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ મુકિત દળના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ મણી ત્રિપાઠી, શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ મુકિત દળના કાર્યકારી અધ્યક્ષ, વિપિન ખુરાના, શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ મુકિત દળના રાષ્ટ્રીય સંયોજક રામ ગોપાલ શર્મા દ્વારા તમામ સનાતન ભાઈઓને આ કાર્યક્રમ ની માહિતી દરેક સનાતની સુધી આ પહોંચવામાં મદદ કરવા અને આ કાર્યક્રમમાં સહભાગિતા સુનિશ્ચિત કરવાની વિનંતી કરવામાં આવી છે.

(5:25 pm IST)