Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ૧૯ ડિસેમ્બરે ચૂંટણીઃ ૨૧મીએ પરિણામ જાહેર કરાશેઃ ચૂંટણી વિભાગ દ્વારા સતાવાર જાહેરાત

૪ ડિસેમ્બર સુધીમાં ઉમેદવારો ફોર્મ જમા કરી શકશે

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની અંદાજીત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોના ૧૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને ૨૧મીએ પરિણામ જાહેર થશે.

આ સાથે સામેલ પત્રક મુજબ રાજ્યની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે.

 

(૧) ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૨-૧૧-૨૦૨૧ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે.

(૨) આ ૧૦૮૭૯ અંદાજિત ગ્રામ પંચાયતોમાં ૧૦૨૮૪ સરપંચની ચૂંટણી તેમજ અંદાજીત ૮૯૭૦૨ વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથો સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત તા. ૩૧-૩-૨૦૨૨ પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. સાથોસાથ વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ યોજાશે.

(૩) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંકઃ રાચપ-ચટણ-સ્થા. સ્વ.-૩૬ (૩)-૬૨૦૧૧-ક, તા. ૧૩-૬-૨૦૧૧થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ હોય, ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામા તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે.

(૪) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત-દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે.

(પ) આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજુ કરવાનું રહેશે. (EPIC) રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગના તા. ર૬-૧૧-ર૦૧૬ના આદેશ ક્રમાંકઃ રાચઆ-ચટણીa

(5:42 pm IST)