Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કપડવંજ તાલુકાના ધોળા કુવા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતહે મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ : કપડવંજ તાલુકાના ધોળા કૂવા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે સવારે એક અજાણી યુવતીનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જોકે, રવિવારે મોડી સાંજ સુધી આ લખાય છે ત્યાં સુધી યુવતીની ઓળખ થઈ નથી.

કપડવંજ તાલુકાના ધોળા કૂવા પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. આજે સવારે નહેરના પાણીમાં લાશ તરતી જોવા મળી હતી. જેને લઇ રોડ પરથી જતાં લોકો પોતાના વાહનો મૂકી લાશ જોવા ટોળે જોવા મળ્યા હતાં. નર્મદા કેનાલમાં જોવા મળેલી લાશ ૨૩ વર્ષના આસપાસની યુવતી હોવાનું મનાય છે. 

આ અજાણી યુવતી કોણ છે, નહેરમાં આપઘાત કરવા પડી કે કોઈએ નહેરના પાણીમાં ફેંકી દીધી તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ યુવતી ક્યાંનો છે, કોણ છે, યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો તે અંગે હાલમાં તરેહ તરેહની અટકળો થઇ રહી છે. આ બનાવ અંગે આતરસુંબાં પોલીસનો સંપર્ક કરતા કોઈ જાણકારી મળી શકી નથી. આ યુવતીની ઓળખ થાય પછી જ સમગ્ર હકીકત બહાર આવશે.

તાજેતરમાં ખેડા જિલ્લામાંથી વ્યક્તિઓ ગુમ થવાના અનેક બનાવ પણ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ઘરેથી અગમ્યકારણોસર યુવતીઓ પણ ગુમ થઇ હોવાના કિસ્સા સામે આવ્યાં હતા. નર્મદા કેનાલમાંથી મળી આવેલા યુવતીના મૃતદેહના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. લોકોએ યુવતીની ઓળખ માટે અને મૃત્યુના કારણ અનેક આશંકાઓ વ્યક્ત કરી હતી.

 

(5:55 pm IST)