Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કઠલાલ બસસ્ટેન્ડ નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શકુનિઓને ઝડપી પાડયા

નડિયાદ : કઠલાલ બસસ્ટેન્ડ પાસે ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે રેડ કરી હતી.આ બનાવમાં ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.જ્યારે બે વ્યક્તિઓપોલીસ ટીમને થાપ આપીફરાર થવામાં સફળ રહ્યા હતા.

કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે કઠલાલ બસસ્ટેન્ડ પાસે આવેલ અક ઓફીસ જવાના ગેટ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે.જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.

જ્યારે વિષ્ણુભાઇ ઉર્ફે ભલાભાઇ મંગળભાઇ પરમાર અને કાભઇ ઇકોવાળો પોલીસ ટીમને થાપ આપી ફરાર થઇ ગયા હતા.ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૪૧૦૦,દાવ પર રૂા.૯૨૦ એમ મળી કુલ રૂા.૫૦૨૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)