Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતના રિંગરોડ નજીક બે વેપારીઓ પાસેથી 13.72 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ ન કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેર ના રીંગરોડ સ્થિત યુનિવર્સીયલ ટેક્ષટાઈલ માર્કેટની રામચન્દ્ર સીલ્ક મિલમાંથી કલકત્તાના બે વેપારીએ રૃ.13.72 લાખનું ગ્રે કાપડ ખરીદી રૃપિયા ચૂકવવાના બદલે ઉઘરાણી કરતા વેપારી અને કાપડ દલાલે  ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ  પોલીસમાં નોંધાઇ છે.

વરાછાના પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા પારસકુમાર જીતમલજી જૈન (રહે. મૂળ ઉદેપુરરાજસ્થાન) રીંગરોડની યુનિવસયલ ટેક્સટાઇલ માર્કેટમાં રામચન્દ્ર સીલ્ક મીલ્સ નામે ગ્રે કાપડનો ધંધો કરે છે.  ૨૦૧૯ માં કલકત્તાના બે વેપારી સુનીલ પોદ્દાર (રહે. અરમેનીયલ સ્ટ્રીટજગરા કોઠીકલકત્તા) અને ડીઝાઈનર વોર્ડરોબના અંકિત પોદ્દાર (રહે. જમુનાલાલ બજાર સ્ટ્રીટકલકત્તા) કલકત્તામાં કાપડનો મોટો વેપાર કરે છે. અને સમયસર પેમેન્ટ આપવાનું કહીને વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધીમાં ૧૩.૭૨ લાખનું ગ્રે કાપડ ખરીદયું હતું. ત્યારબાદ રૃપિયા ચૂકવવાના આવતા ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. અને જ્યારે ફોન ઉપાડે ત્યારે વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. આ

બંનેને કાપડ આપવામાં મદદ કરનારા કાપડ દલાલ સંદીપ અગ્રવાલ ( રહે. સદર બજાર બરકપૂર કલકત્તા ) ને  ફોન કરતાં તેણે પણ  વેપારીને હાથ ટાટીયા તોડી જાનથી મારવાની ધમકી આપી હતી. આખરે સુરતના કાપડના વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બંને વેપારી અને કાપડ દલાલ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૃ થઈ છે.

(5:58 pm IST)