Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવકને 1.30લાખ પગારની લાલચ આપી ડુપ્લીકેટ વિઝા પધરાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના મકરપુરા ગામમાં રહેતા સુર સિંગ મંજુસર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વિદેશમાં નોકરી અર્થે જવાની ઇચ્છા ધરાવતા હોય આશિષ બારોટ ( રહે - સંસ્કાર દર્શન સોસાયટી, જાંબુઆ બાયપાસ, વડોદરા ) નો સંપર્ક સાધ્યો હતો. 

જ્યાં આશિષ બારોટે જણાવ્યું હતું કે, સિંગાપુરમાં 1.30 લાખનું વેતન મળશે અને જવાનો ખર્ચ 2.50 લાખ થશે. રકમ વધુ હોય તેમણે ઇનકાર કરતાં આશિષ બારોટ અને હાર્દિક ત્રિવેદી ( રહે - શ્રી કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) ખર્ચની રકમ બે મહિનામાં વસુલ થઇ જવાની લાલચ આપતા પત્નીના તથા માતાના ઘરેણા મુથૂટ ફાઇનાન્સ માં ગીરવે મૂકી ટુકડે ટુકડે 2.20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

ત્યારબાદ મોબાઈલ ફોનમાં મોકલેલા સિંગાપુર માટેના વિઝાની ઓનલાઇન ચકાસણી દરમિયાન વિઝા ડુપ્લિકેટ હોવાનું બહાર પર આવ્યું હતું. આ દરમિયાન બિઝનેસ પાર્ટનર તરીકેની ઓળખ આપનાર હર્ષ રાવલ ( રહે- ક્રિશ સોસાયટી, સુંદરપુરા રોડ , વડોદરા) એ વિઝા ઓરીજનલ હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રૂપિયા પરત ના આપી ખોટા વાયદા કર્યા હતા. 

 

(6:00 pm IST)