Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરા:પાર્ટીપ્લોટમાં યોજાયેલ લગ્નમાંથી દાગીનાની ઉઠાંતરી કરતા ગઠિયાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: આજવારોડ ભાઇકાકા પાર્ટીપ્લોટમાં યોજાયેલા લગ્નના રિસેપ્શનમાંથી દાગીના અને ચાંલ્લા ભરેલી બેગની ચોરી કરનાર આરોપીની  હજીસુધી કોઇ ભાળ મળી નથી.

વાઘોડિયારોડ બાપોદ બસ સ્ટેન્ડ પાસે આવેલી પ્રિતમનગર સોસાયટીમાં  રહેતા કિશોર ચંદુભાઇ જોશી કોયલીની ગુજરાત રિફાઇનરી કંપનીમાં સિનિયર ફોરમેન તરીકે નોકરી  કરે છે.ગત તા.૧૭ મી એ તેમના પુત્ર અભિષેકના  લગ્નનું રિસેપ્શન આજવારોડ ભાઇકાકા  પાર્ટીપ્લોટમાં  રાખ્યું હતું.આ રિસેપ્શન  દરમિયાન  કોઇ ચોર  ભેટમાં આવેલા સોના ચાંદીના દાગીના તથા ચાંલ્લાના કવરો ભરેલી બેગ ચોરી ગયો હતો.કવરમાં રોકડા એક લાખ  રૃપિયા હતા.મહેમાનના સ્વાંગમાં આવેલા ચોર પ૦૦ ગ્રામ વજનના ચાંદીના દાગીના તેમજ સોનાના ૬૩.૫ ગ્રામ વજનના દાગીના ચોરી ગયા હતા. પોલીસને પાર્ટીપ્લોટમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્ટેજ પર એક કિશોર વયનો બાળક આવીને બેગ ચોરી જતો દેખાય છે.જ્યારે અન્ય એક યુવક થોડે દૂર ઉભેલો દેખાય છે.ચોરી કર્યા પછી બંને ચાલતા ચાલતા પાછળના રસ્તેથી જતા રહે છે.બે દિવસ પછી પણ આરોપીનો  કોઇ પત્તો લાગ્યો નથી.

(6:02 pm IST)