Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ખેડામાં કપડવંજ-નડિયાદ રોડ પર અકસ્માતમાં બાઇકસવાર દંપતી ખંડિત : પતિને ગંભીર ઇજા

બાઈક પર સવાર દંપત્તિ કઠલાલ તાલુકના બગડોલ ગામના રહેવાસી: ફતિયાબાદ નર્મદા નહેર નજીક અકસ્માત નડ્યો

ખેડામાં કપડવંજ-નડિયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.  દંપત્તિ વાહન પર સવાર થઈને જઈ રહ્યું હતું તે સમયે અજાણ્યા વાહને તેને અડફેટે લીધું જેના કારણે બાઈક પર સવાલ મહિલાનું ઘટના સ્થળેજ કરૂણ મોત થયું હતું.

 

 અકસ્માતમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક પર સવાર દંપત્તિ કઠલાલ તાલુકના બગડોલ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને ફતિયાબાદ નર્મદા નહેર નજીક આ અકસ્માત તેમને નડ્યો જેના કારણે પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે.

(7:30 pm IST)