Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું : બારડોલી પંથકના વિસ્તારોમાં અચાનક વરસાદ

સુરતના રેલવે સ્ટેશન,એસ.ટી બસસ્ટેન્ડ અને મહિધરપુરા વિસ્તારમાં વરસાદ :ભટાર ,કેનાલ રોડ વિસ્તારમાં હળવું ઝાપટું પડ્યું

 સુરતમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસ્યો છે,વાતાવરણમાં પલટા સાથે રેલવે સ્ટેશન,એસ.ટી બસસ્ટેન્ડ અને મહિધરપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.તો શહેરના ભટાર,કેનાલ રોડ વિસ્તારમાં હળવું ઝાપટું પડ્યું હતું.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટ્યુ છે. બારડોલી પંથકના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બપોરના અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો છે.

આગામી ત્રણ દિવસ વરસાદના વર્તારા વચ્ચે ખેડૂતોમાં ચિંતા પેસી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેતરોમાં લહેરાતા ઉભા મોલને વરસાદથી થનારા નુકસાનનો સ્વાભાવિક ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.  

(9:12 pm IST)