Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાપર પો.સ્ટે.ના જાપ્તામાંથી ભાગેલા આરોપીને પકડી પાડવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા

આ આરોપી ભાગી જતા કેદી જાપ્તાના ૦૧ પીએસઆઇ અને ૦૮ પોલીસ કર્મીઓને સન્સ્પેન્ડ કરાયા હતા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના રાપર પોલીસના જાપ્તા માંથી ભાગેલા આરોપી ને નર્મદા જીલ્લાના તિલકવાડા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી અનુસાર ભાગેલા આરોપી સુખદેવ રામસંગ કોલી ( ગેહલોત )(ઉ.વ .૨૧)( રહે. રત્નેશ્વર મુળ ગામ ખેડુકા તા.રાપર જી.કચ્છ)ને તા .૦૬ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ગુનાના કામે જિલ્લા જેલ ગણપાદર તા - ભુજ જી.કચ્છ માંથી રાપર ખાતે કોર્ટ મુદત માટે રાપર કોર્ટમાં લાવવામાં આવેલ ત્યારબાદ પરત જીલ્લા જેલ ગણપાદર ખાતે લઇ જતા હતા તે વખતે આ આરોપી પોલીસની નજર ચુકવી ભાગી ગયો હતા જે બાબતે રાપર પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો.
આ  કેસ બાબતે એમ.બી.વસાવા પો.સ.ઇ તિલકવાડા પો.સ્ટે,HC શૈલેષકુમાર મનસુખભાઈ બ.નં ૭૦૫, PC મહેશ ભાઇ ગુમાનભાઇ બ.નં ૨૬,PC મનોજભાઈ ધનજી ભાઈ બ.નં .૫૭૦, PC જયેશભાઇ કાનજીભાઈ બ.નં .૦૪૨૨ નાઓ એ સુખદેવ રામસંગ કોલી નાસ્તો ફરતો હોઇ તેની ચોક્કસ બાતમી મુજબ આ આરોપી તિલકવાડા પો.સ્ટે.વિસ્તારના મરસણ ગામેથી કચ્છ જવાની તૈયારી કરતો હતો અને તિલકવાડા ટાઉન ચામડીયા ઢોળ પાસેથી પસાર થતો હતો તે વખતે તેને તા .૨૧ / ૧૧ / ૨૦૨૧ એ પકડી અટક કરી  છે રાપર પો.સ્ટે . ના ગુનાના કામે કબ્જો સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી ભાગી જવાથી કેદી જાપ્તાના ૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ૮ પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(11:15 pm IST)