Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદ ટ્રાફિક પોલીસના નવા નિયમો જાહેર : હવે કોલેજ અને યુનિવર્સિટી પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ

ટ્રાફિકની સમસ્યાના મુદ્દે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના મુદ્દે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં હેલ્મેટ અને નિયમો મુદ્દે ટ્રાફિક પોલીસે નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટી પરિસરોમાં હેલ્મેટ વગર પ્રવેશ નહીં મળે તેમજ ઓનલાઈન ડિલિવરી સંસ્થાઓએ અને મોટી સંસ્થાઓએ પણ હેલ્મેટ વગર પ્રવેશ નહીંનો નિયમ અપનાવ્યો છે.

જ્યારે અમદાવાદીઓએ છેલ્લા 3 વર્ષમાં 20.68 કરોડ જેટલી પેનલ્ટી ગેરકાયદે પાર્કિંગ બદલ ચૂકવી છે. તેમજ છેલ્લા 3 વર્ષમાં નો-પાર્કિંગમાં પાર્ક થયેલા 2.80 લાખ વાહનો ટોઇંગ થયા છે. તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ છેલ્લા 3 વર્ષમાં 48.68 લાખ ઇ-ચલણ ઈશ્યુ થયા છે. આ માહિતી ટ્રાફિક પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં આપી છે.

(11:29 pm IST)