Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદના નરોડામાં લઘુશંકાએ ગયેલા જવેલર્સના કરોડોના દાગીના લઈને ફરાર થનાર નોકર ઝડપાયો

આરોપી પાસેથી પોલીસ એ 2 કિલો 719 ગ્રામ સોનું કબ્જે કર્યું

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિક લઘુશંકાએ જતાં કરોડો રૂપિયાના સોનાના દાગીના લઈને પલાયન થઈ જનાર કર્મચારી ની ક્રાઇમ બ્રાન્ચ એ ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પાસેથી પોલીસ એ 2 કિલો 719 ગ્રામ સોનું કબ્જે કર્યું છે.

માણેક ચોકમાં જવેલર્સનું દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચી 16 મી ઓકટોબર એ અલગ અલગ ડીઝાઇન ના 4 કિલો 625 ગ્રામ સોના ના દાગીના ભરેલ બેગ લઈને તેમની દુકાને થી નીકળ્યા હતા.

જે દાગીના ના સેમ્પલ વેપાર અર્થે કૃષ્ણનગર ખાતે આવેલ અક્ષર જવેલર્સ માં બતાવી ને તેઓ નરોડા નવયુગ સ્કુલ રોડ પર આવેલ અંબિકા જવેલર્સ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ વખતે એક્ટિવા ફરિયાદી નો નોકર આનંદ રાજપૂત ચલાવતો હતો. બપોરે ત્રણેક વાગ્યા ની આસપાસ તેઓ કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પર પહોંચતા ફરિયાદી એક્ટિવા સાઈડ પર પાર્ક કરાવીને લઘુશંકા માટે ગયા હતા. આ સમયે આનંદ રાજપૂત નામનો આરોપી એક્ટિવા અને દાગીના ભેરલી બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો. જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં બે આરોપી ઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનાનો આરોપી આનંદ રાજપૂત શાહીબાગ નમસ્તે સર્કલ તરફ આવવાનો હોવાની બાતમી મળતા જ પોલીસે તેને ઝડપી લીધો છે.

જો કે ફરિયાદી એ તેનો પીછો કર્યો હતો. પરંતુ તે મળી આવ્યો ના હતો. ફરિયાદી એ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જ્યારે ફરિયાદી એ આનંદ ને નોકરી એ રખાવનાર તેમના જ ગામના ગણેશભાઈ ઘાંચી ને ફોન કર્યો હતો. જો કે તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ફરિયાદી એ તેમના ઘરે તપાસ કરતા તેઓ પણ મળી આવ્યા ના હતા. ગણેશભાઈ એ આનંદ ને અઢી મહિના પહેલા જ નોકરી એ રખાવ્યો હતો. આરોપી ઓ મુદ્દામાલ લઈને ભાગ પડી દીધા બાદ અલગ થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરી ને અન્ય ફરાર આરોપીને પકડવા માટે ની તજવીજ શરૂ કરી છે.

(11:43 pm IST)