Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત

GRD જવાન રાજપીપળા નોકરી પુરી કરી પરત ઘરે જતા અકસ્માત થયો,અકસ્માત બાદ હાઈવા ચાલાક ટ્રક મૂકી ફરાર,ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગ લગાડતા ફાયર બ્રિગેડ દોડ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામ નજીક આજે સવારે એક હાઈવા ટ્રકે મો.સાં.લઈ જતા GRD જવાન ને અડફ્ટ માં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.માં કનુભાઈ જેઠાભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમનો ભાઈ નિલેશ જેઠાભાઇ વાસવા રાજપીપળાથી પોતાની GRDની ફરજ પુરી કરી પરત નવાગામ પોતાના ઘરે મો.સા.ઉપર આવતો હતો એ સમયે ખામર તરફથી પુરપાટ રેતી ભરી આવી રહેલી હાઈવા ટ્રક નં. જી.જે.21.વી.1319 ના ચાલકે GRD ની મો.સા.ને ટક્કર મારતા નિલેશ વસાવા નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.અકસ્માત કરી ટ્રક ચાલાક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો.આમલેથા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોક્ષ :- અકસ્માત માં એક GRD જવાન નું મોત નિપજાવી ટ્રક મૂકી ચાલાક નાસી ગયો હોય લોકોમાં આ મોત ના કારણે ભારે આક્રોશ જોવા મળતા ટ્રક ને આગ લગાડતા રાજપીપળા થી ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આ બાબતે પોલીસ ફરિયાદ માં કોઈ ઉલ્લેખ નથી પરંતુ સૂત્રો ના જણાવ્યા મુજબ અકડાયેલા લોકો એ ટ્રકમાં આગ લગાડતા ફાયર બ્રિગેડ દોડ્યું હતું.

(12:51 am IST)
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એકશનમાં આવતીકાલથી ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવશે access_time 12:53 pm IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST