Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ર૦ મામલતદારો, ૧૬ ડે. કલેકટરોની બદલી

અમરેલીના મામલતદાર ડોડિયાની વડિયા અને ધ્રાંગધ્રાના ઝાલાની ભચાઉ બદલી : એ.એમ. ત્રિવેદી રાજકોટ પૂર્વમાં : પ્રજ્ઞેશ જાની સુરત કોર્પોરેશનમાં : ભાવનગરના ડી.એમ. ગોહિલ રાજકોટ મધ્યાહન ભોજનમાં : દ્વારકાના પ્રશાંત માંગુડા વાંકાનેરમાં : ચૂંટણીના સમય પુરતા ફેરફારો

રાજકોટ, તા. ર૩ : ગુજરાત સરકારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતા પૂર્વ ર૦ મામલતદારો અને ૧૬ નાયબ કલેકટરોની બદલીના હુકમ કર્યા છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે. મહેસુલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાયની સહીથી હુકમો કરવામાં આવ્ય છે.

અમરેલીના એમ.આર. ડોડિયાને વડિયા, ધ્રાંગધ્રાના બી.એચ. ઝાલાને ભચાઉ અને ભચાઉના કે.જી. વાછાણીને ધ્રાંગધ્રા બદલવામાં આવ્યા છે. ૧૪ મામલતદારોની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સુધી નવી જગ્યાએ નિમણુંક કરવામાં આવી છે. ચુંટણી પુરી થયેથી મુળ જગ્યાએ ફરી નિમણુંક પાત્ર બનશે. જેમાં ભાવનગરના ડી.એમ. રવિયા, જુનાગઢ ના ચિરાગ વડોદરિયા, રાજકોટના (ચીટનીશ) એ.એમ. ત્રિવેદી વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે ડે. કલેકટરોની ચૂંટણીના સમય પુરતી બદલી કરવામાં આવી છે. જેમાં જુનાગઢના એન.ડી. ગોવાણી, મોરબીના એસ.એમ. કાથડ, દ્વારકાના પ્રશાંત માંગુડા, ભાવનગરના ડી.એમ. ગોહિલ, નવસારીના પી.આર. જાની વગેરેનો સમાવેશ થાય છે.

(11:44 am IST)