Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સુરતના ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જીપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યુઃ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી દેતા હિંમત હાર્યા વગર સફળતા મેળવી

સુરત: ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જી.પી.એસ.સી. ની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહી હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે એ આર્થિક રીતે સધ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતી અમિતા શુક્રવારે જયારે ધંધૂકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા અસનાબાદ ગામમાં રહેતી અમિતા પટેલ ખૂબ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. પ્રાથમિક શિક્ષણ ગામ ની પ્રાથમિક શાળામાં મેળવ્યા બાદ ઉચ્ચતર શિક્ષણ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. પિતાનું સ્વપ્ન હતું કે, દીકરી શિક્ષક બને. આથી અમિતાએ પિતાનું સ્વપન સાકાર કરવા ધો-11માં આર્ટ્સ સાથે અભ્યાસ શરૂ કર્યો પરંતુ એક શિક્ષકે તેણીને સલાહ આપી કે તું હોનહાર છે, તારે આર્ટ્સ નહીં સાયન્સ લેવાની જરૂર છે. બસ અહીંથી જ એમનો જિંદગીનો આખો વળાંક આવ્યો.

ધો-11 સાયન્સ હજુ શરૂ જ કર્યું ત્યાં જ એવી એક ઘટના બની કે ઘટના બાદ કોઈ દીકરી આગળ વધવાનું તો શું, કદાચ ભણવાનું પણ છોડી દે. વર્ષ 2010 માં એમના પિતા રાકેશભાઈ પટેલનું અવસાન થયું અને ઘરની તમામ જવાબદારી માતા પદમાંબેન ઉપર આવી ગઈ. દીકરી અમિત અને દીકરો વિશાલ બંને ખૂબ નાના હોવાથી પરિવાર ખૂબ આઘાતમાં સપડાઈ ગયો હતો. ઘરની આર્થિક સ્થિતિ એટલી કપરી હતી કે, માતાએ મજૂરી કામ કરીને દીકરીને ભણાવી. દીકરી અમિતા ભણવામાં પહેલાથી જ હોશિયાર હતી. તેણીએ સિવિલ એન્જીનિયર બનીને પહેલા તાલુકા પંચાયત ઓલપાડ ખાતે નોકરી કરી અને હવે ઇરીગેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી રહી છે.

અસનાબાદ વિસ્તાર ખૂબ નાનો વિસ્તાર છે. અહીં ઓછી વસ્તી છે. કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી કે, પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સામાન્ય પરિવારની દીકરી આટલા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી જશે. પરંતુ અમિતાએ પોતાની આગળ વધવાની લગન, અથાગ પુરુષાર્થ, માતાના સહકાર અને દાદાના આર્શીવાદ સાથે આજે વર્ગ-2 ની સુપર ક્લાસ ટુ અધિકારી બની છે. જેનો હરખ તેના આડોશપાડોશમાં પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

(4:37 pm IST)
  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એકશનમાં આવતીકાલથી ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવશે access_time 12:53 pm IST