Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પરિણીતાને કેનેડા એડમિશન કરાવવાનું કહી એજન્ટ ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે કેનેડામાં એડમિશનના નામે કાકા અને ટ્રાવેલ એજન્ટે ઠગાઇ કરતાં તેણે બંને સામે ફરિયાદ નોંધાવી છે.

આનંદનગરમાં રહેતી અંકિતા વાઘેલાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૯માં મારે કેનેડામાં જવા માટે મારા કાકા હિતેષ ઉર્ફે અશોક મારફતે અંકલેશ્વરના ટ્રાવેલ એજન્ટ મુકેશ પટેલનો સંપર્ક થયો હતો.મુકેશ પટેલે મારા કાકાની હાજરીમાં રૃા.ત્રણ લાખ લીધા હતા.

મુકેશ પટેલને ચેકથી રકમ આપવાનું કહેતાં હિતેષકાકાએ કહ્યું હતું કે,મુકેશભાઇના ઘેર ઇન્કમ ટેક્સની રેડ પડી હોવાથી તેઓ ચેકથી રકમ નહીં લે.મુકેશ પટેલે કોઇ રીસિપ્ટ પણ આપી નહતી.ત્યારબાદ તેણે એડમિશન લેટર આપ્યો નહતો અને રૃપિયા પણ આપતો નહતો.

તપાસ કરતાં મુકેશ પટેલનું મૂળ નામ મુબારક બિસ્મીલ્લાહ દીવાન (રહે. સરસ્વીપાર્ક-૨, આમોલી રોડ,અંકલેશ્વર) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે મુબારક ઉર્ફે મુકેશ તેમજ પરિણીતાના કાકા હિતેષ ઉર્ફે અશોક કુબેરભાઇ ચૌહાણ (રહે.સંજય નગર-૧, તુલસીવાડી) સામે ગુનો નોંધ્યો છે.

(5:18 pm IST)