Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સુરતના રિંગરોડ નજીક ડ્રેસ મટિરિયલનો વેપાર કરતા રાજસ્થાની વેપારી પાસેથી 12.46 લાખનું મટીરીયલ ખરીદી વેપારીએ પેમેન્ટ ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના રીંગરોડ પદમાવતી ટેક્ષટાઇલ માર્કેટમાં ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા રાજસ્થાની વેપારી પાસેથી રૂ.12.46 લાખનું ડ્રેસ મટીરીયલ મંગાવી મુરાદાબાદના વેપારીએ પેમેન્ટ કરવાને બદલે હાથ-ટાંટીયા તોડવાની ધમકી આપતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત પાટીયા અર્ચના સ્કૂલ પાસે સીતારામ સોસાયટી ઘર નં.413 માં રહેતા 46 વર્ષીય ભંવરદાસ બેગદાસ સ્વામી રીંગરોડ પદમાવતી ટેક્ષટાઇલ માર્કેટમાં ક્રિષ્ણા ટેક્ષટાઈલના નામે પુત્ર બાબુલાલ સાથે ડ્રેસ મટીરીયલનો વેપાર કરે છે. વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશના મુરદાબાદનો વેપારી ચાંદખાન તેમની દુકાને આવ્યો હતો અને પોતે મોટાપાયે સુરતથી ઘણા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરીયલ ખરીદી મુરાદાબાદમાં વેચે છે તેમ કહી વેપારીઓને સમયસર પેમેન્ટ પણ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી ભંવરદાસે તેને 8 જાન્યુઆરીથી 17 ઓક્ટોબર 2020 દરમિયાન કુલ રૂ.12,46,201 ની મત્તાનું ડ્રેસ મટીરીયલ ટ્રાન્સપોર્ટમાં મોકલાવ્યું હતું.

(5:20 pm IST)