Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કપડવંજ રોડ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પુત્ર-પત્નીની નજર સમક્ષ પતિનું કમકમાટીભર્યું મોત

ખેડા:જિલ્લામાં ગોજારા અકસ્માતો સર્જાયા છે. કપડવંજ ડાકોર રોડ ઉપર આવેલ જી.ઇ.બી ઓફિસ આગળ રોડ પર જતી રીક્ષાનુ ટાયર નિકળી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વળી કપડવંજ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષ પાસે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે વડતાલ-રાવલી રોડ પર સામાન્ય અકસ્માત સર્જાયો હતો. ત્રણેય બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે  ચાર વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ શહેરમાં રહેતા ફાતમાબેન,હીનાબાનુ અને સલમાબાનુ લસુન્દ્રા જવા માટે નિકળ્યા હતા.તે સમયે ડાકોર રોડ ઉપર આવેલ જી.ઇ.બી ઓફિસ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી તે સમયે રીક્ષાનુ આગળનુ વ્હીલ નિકળી જતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.જેથી રીક્ષામાં સવાર ત્રણેય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.જેથી ૧૦૮ ની મદદથી ત્રણેય વ્યક્તિઓને કપડવંજ  સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં ફાતમાબાનુને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ફારૂકશા ઇબ્રાહીમશા દિવાને કપડવંજ ટાઉન પોલીસ મથકે રીક્ષાના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:21 pm IST)