Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

જમ્મુથી મુંબઈ જતી ટ્રેનના ખરાબ કોચના મુદ્દે હોબાળો

દાહોદ રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા : આરપીએફના સ્ટાફ, રેલવે પોલીસના સ્ટાફે તાબડતોડ પહોંચી મુસાફરોને સમજાવતાં ટ્રેન રવાના કરવામાં આવી

દાહોદ, તા. ૨૩ : જમ્મુથી મુંબઈ જતી ટ્રેન નંબર ૦૪૬૭૨ સ્વરાજ સ્પેશયલ એક્સપ્રેસ (જમ્મુ-તાવી) ના બે કોચમાં અસહ્ય ગંદકીથી સામ્રાજ્યના પગલે  ટ્રેનના મુસાફરોએ દાહોદ રેલ્વે સ્ટેશને ભારે હોબાળો મચાવતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આર.પી.એફ.નો સ્ટાફ અને રેલ્વે પોલીસનો સ્ટાફ તાબડતોડ પહોંચી મુસાફરોને સમજાવતાં ટ્રેન રવાના કરવામાં આવી હતીટ્રેન ચાલુ થતાંની સાથે બે વખત ચેઈન પુલીંગ થતાં ટ્રેન નિયત સમય કરતા ૫૪ મિનીટ મોડી દાહોદથી રવાના થતાં મુસાફરોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. પરંતુ બે કોચની ગંદકી ત્યાર સુધી પણ સાફ કરાતાં અને ટ્રેન આગળ ધપાવી દીધી હતીકોવિડ - ૧૯ની મહામારી વચ્ચે જ્યારે સાફ સફાઈનું ટ્રેનોમાં પણ ધ્યાન રાખવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મુસાફરોમાં રેલ્વે તંત્રના આવા વ્યવહારથી અને કામગીરી સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રેન નંબર ૦૪૬૭૨ સ્વરાજ એક્સપ્રેસ (જમ્મુ-તાવી સ્પેશયલ એક્સપ્રેસ) ના કોચ નંબર એસ - અને એસ- ૧૦ બે કોચમાં ગંદકીની ભરમાર રહેતા પેસેન્જરોએ દાહોદ રેલ્વે સ્ટેશને ભારે હોબાળો કર્યો હતો. જો કે ફરજ પરના તૈનાત આર.પી.એફ. સ્ટાફ તાબડતોડ પહોંચી પેસેન્જરો સાથે સમજાવટ કરી ટ્રેન ચાલુ કરાવી રવાના કરતાની સાથે થોડીવારમાં બીજી વખત ચેઈન પુલીંગ થઈ હતી અને ટ્રેન થોભી હતી. ચેઈન પુલીંગ અને હોબાળાને પગલે ટ્રેન ૫૪ મીનીટ મોડી થઈ હતી. વડોદરા માટે ૫૪ મીનીટી બાદ દાહોદથી રવાના થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે બંન્ને કોચોમાં દિલ્હીથી પેસેન્જરો ચઢ્યાં હતાં. કોટામાં મુસાફરોએ ગંદકી અંગેની ત્યાંના રેલ પ્રશાસનને રજુઆત કરી હતી. ટોઇલેટ - બાથરૂમમાં આટલી ગંદકી છે તો તેની સાફ સફાઈ કરાવી આપવા રજુઆત કરી હતીતે સમયે કોટાના રેલ પ્રશાસન દ્વારા અંગે કોઈ ધ્યાન આપ્યું કોચની સાફ સફાઈ વગર ટ્રેન રવાના કરી દીધી હોવાની મુસાફરો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે બાદ ટ્રેન દાહોદ આવતાની સાથે કોચની સાફ સફાઈ અંગે હોબાળો મચ્યો હતો. હોબાળાના પગલે દાહોદ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર, રેલ્વે પોલીસ અને આર.પી.એફ. પોલીસ મુસાફરોને સમજાવવા લાગ્યાં હતાં. પરંતુ મુસાફરોની માંગણી એવી હતી કે, કોચમાં સાફ સફાઈ કરવામાં આવશે તો ટ્રેન આગળ જશેપરંતુ દાહોદ રેલ પ્રશાસન દ્વારા પણ સાફ સફાઈ અંગે કોઈ ધ્યાન આપ્યું અને સ્ટેશન માસ્તરે મુસાફરોને ગણકાર્યા હોવાના પણ મુસાફરોએ આક્ષેપો કર્યાં હતાઅમારી જવાબદારી નથી આવતી તેવી સ્ટેશન માસ્તર દ્વારા જણાવાયું હોવાનું મુસાફરોનું કહેવું હતું.

(8:17 pm IST)