Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજપીપળા સિંચાઇ યોજનાના કાર્યપાલક ઈજનેરની આખરે બદલી થઇ

કેવડિયા મુકામે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વખતે ફરજમાં બેદરકારી બદલ તંત્રએ નોટિસ ફટકારી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ સિંચાઈ યોજના વિભાગ -4ના કાર્યપાલક ઈજનેર જે ડી વાઘેલાની આખરે સરકારે બદલી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ સિંચાઈ યોજના -4ના કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અનેક વિવાદો અને ફરિયાદો હતી અને ચીફ એન્જિનિયર સુધી ફરિયાદો પહોંચી હતી ત્યારે ગત નવેમ્બર મહિનામાં કેવડિયા ખાતે રાષ્ટ્રપતિના કાર્યક્રમના આયોજન સમયે ફરજમાં બેદરકારી બદલ તંત્રએ નોટિસ ફટકારી હતી અને ઉચ્ચ કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગને પણ જાણ કરી કાર્યપાલક ઈજનેર નો ખુલાસો માંગ્યો હતો તેમજ  સિંચાઈ યોજના વિભાગ -4ના  કર્મચારીઓ એ પણ આ અધિકારી ના વર્તનથી કંટાળી સામુહિક બદલીની માંગણી કરી હતી જેથી સરકારે આ બાબતે ગંભીર નોંધ લઇ કાર્યપાલક ઈજનેર જે ડી  વાઘેલાની નર્મદા યોજના પુનઃવસવાટ બાંધકામ વિભાગ માં બદલી કરી વહીવટી તંત્ર માં સબકરુપ દાખલો બેસાડયો છે જયારે આ બદલીથી. રાજપીપળા સિંચાઈ વિભાગના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

(10:38 pm IST)