Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

અમદાવાદના નારોલમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું : ત્રણ આરોપીઓની ધરપકડ

વિન્સમ હોટેલ નજીક ગોડાઉનમાં ટેન્કરમાંથી કેમિકલ જથ્થાની ચોરી કરી બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદના નારોલમાં પોલીસે કેમિકલ ચોરીનુંએક મોટું કૌભાંડ ઝડપી પાડયુ છે. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે . જેમાં પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ જ્વલનશીલ કેમિકલ સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવા અને દવાના ઉપયોગમાં લેવાતો હતો.પરંતુ કચ્છથી નીકળેલા ટેન્કરને ભરૂચના દહેજ લઇ જવાનું હતું.ત્યારે વચ્ચે આ ટેન્કરમાંથી નારોલમાં ચોરી કરાતી હતી. તેમજ આ કેમિકલ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને છેલ્લા કેટલા સમયથી આ કેમિકલની ચોરી કરી બારોબાર વેચતા હતા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે

પોલીસે આ ત્રણે આરોપીઓને કેમિકલ ચોરીના કેસમાં પકડાયેલા છે. નારોલ પોલીસને મળેલી હકીકત આધારે પોલીસે નારોલ વિસ્તારમાં આવેલી વિન્સમ હોટેલ નજીક ગોડાઉનમાં રેડ કરતા ટેન્કરમાંથી કેમિકલ જથ્થાની ચોરી કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.

જેને પગલે પોલીસે એક ટેન્કર સહિત બેરલ ભરેલા કેમિકલ પણ કબજે કર્યા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કેમિકલ ચોરી કરાવનાર મિનેષ ખારા છે જે પોલીસ પકડમાં આવ્યો નથી. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી હારુન ઢોળીતર ડ્રાઇવર તરીકે નોકરી કરતો જ્યારે આ બીજો આબિદહુસેન વારૈયા ક્લીનર તરીકે નોકરી હતો. અને વનરાજ જાદવ જે ગોડાઉનમાં કેમિકલની ચોરી કરવામાં આવતી ત્યાં ગોડાઉનની દેખરેખ રાખવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

(9:22 pm IST)