Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

આણંદના કાસોર ગામના સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચ સામે કોરોના નિયમના ભંગની પોલીસ ફરિયાદ

ડેપ્યુટી સરપંચે વિજય થયા બાદ રેલી યોજી :જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ડી.જેના તાલે નાચ્યા હતા: 100 લોકોના ટોળા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ

આણંદમા ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજય સરઘસમાં નિયમોના લીરેલીરા ઉડયા હતા. આઅ ઘટના સોજિત્રાના કાસોર ગામની હતી. જ્યાં ડેપ્યુટી સરપંચે વિજય થયા બાદ રેલી યોજી હતી. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. અને ડી.જેના તાલે નાચ્યા હતા.એટલું જ નહિં ન તો સોશિયલ ડિસ્ટન્સ હતું અને કોઇએ માસ્ક પહેર્યા ન હતા. જો કે આ મુદ્દે કાસોર ગામના સરપંચ ના પતિ અને ડેપ્યુટી સરપંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં આ ફરિયાદ 100 લોકોના ટોળા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.. સરકાર નવા-નવા પ્રતિબંધો મુકી રહી છે.

(9:50 pm IST)