Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

હવામાનમાં પલટો:ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા: શાકભાજી અને રવિ પાક ઉપર નભતા ખેડૂતોમાં આ ચિંતાનો વિષય બન્યો

જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું માવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

dir="ltr">(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા વધારી છે વરસાદ ને પગલે શાકભાજીના ભાવોમાં  તેજી આવે તો નવાઈ નહી વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું.ઉપરાંત કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેને લઈને લીલા શાકભાજી અને રવિ પાકોમાં નુકશાની થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
 રાજ્યના હવામાન વિભાગની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને ધરમપુર અને કપરાડાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. શાકભાજી અને રવિ પાક ઉપર નભતા ખેડૂતોમાં આ ચિંતાનો વિષય બન્યો છે નોંધનીય છે કે આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે. જાન્યુઆરી માસમાં વરસાદ પડતાં ખેડૂતો અને લોકોમાં આશ્ચર્યની સાથે ચિંતા ફેલાવા પામી છે.
(6:42 pm IST)