Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સાવધાન:વલસાડ જિલ્લા પોલીસ નાઇટ કરફ્યુ અમલવારી માટે ખડેપગે

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના ચાણક્ય બુધ્ધીથી જિલ્લા પોલીસ સજ્જ ચુસ્ત પાલન કરાવવા પોલીસ કોઈ ચમરબંધીને છોડશો નહી

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ જિલ્લામાં કોરોના કેશો વધતા તંત્ર હવે મેદાનમાં આવ્યું છે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના ચાણક્ય બુધ્ધીથી જિલ્લા પોલીસ સજ્જ થઈ છે ચુસ્ત પાલન કરાવવા પોલીસ કોઈ ચમરબંધીને છોડશો નહી કરફ્યુ સમય પર વલસાડ જિલ્લા પોલીસ ઠેર ઠેર નજરે પડશો અને કાયદા નો ભગં કરનારને જેલમાં પુરશો વલસાડ જિલ્લામાં અને વલસાડ તાલુકામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લાવવા રાજ્ય સરકારે નાઈટ કરકયુની જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીથી વલસાડ અને વાપી શહેર સહિત 17 નવા શહેરોમાં 29 જાન્યુઆરી સુધી નાઈટ કરફ્યુની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેને લઈને નાઈટ કરફ્યુની અમલવારી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

 વલસાડ શહેરમાં નાઈટ કરફ્યુ દરમ્યાન 11 વાહન ચાલકોને નાઈટ કરફ્યુનો ભંગ કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.ગઈકાલે શનિવારે રાજ્ય સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીના નેજા હેઠળ લેવાયેલા મહત્વના નિર્ણય હેઠળ રાજ્યના 17 નગર-મહાનગરોમાં રાત્રી કરફ્યુ હેઠળ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ અને વાપી તાલુકામાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો હતો. જે રાત્રી કરફ્યુ 22 જાન્યુઆરીથી અગામી તારીખ 29 જાન્યુઆરી સુધી રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 કલાક સુધી કાયમ રહેશે.

 આ રાત્રી કરફ્યુને કડક બનાવવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિતની ટીમ રાત્રી કરફ્યુ કરાવવા અને લોકોને ઘરે સુરક્ષિત રાખવા કામે લાગી ગઈ છે. ત્યારે આ રાત્રી કરફ્યુમાં અમુક જ સેવાકિય કામગીરી કે ઇમરજન્સી કામગીરીને છૂટ આપવામાં આવી છેઆ રાત્રી કરફ્યુ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 કલાક સુધી રહેશે. જો આ સમય દરમ્યાન કાયદાનું ઉલ્લંઘન કરતા કોઈ પકડાશે તો પોલીસ તેની સામે કાયદાકીય પગલાં ભરશે, સાથે જ આવશ્યક ચીજ વસ્તુઓની પરિવહન, પોસ્ટ, ડીઝલ, સીએન.જી, સેવાઓ સાથે સંકળાયેલ લોકોને છૂટ મળી છે. ઉપરાંત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલ કર્મચારીઓને પણ આ રાત્રી કરફ્યુમાંથી રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.

 રાત્રી કરફ્યુ દરમ્યાન વલસાડ અને વાપીમાં રાત્રી ના 10 વાગ્યા બાદ 11 વાગ્યા અથવા આપેલ છૂટના સમય સુધી તમામ હોટલો-રેસ્ટોરન્ટને માત્ર પાર્સલ સુવિધા ચાલુ રાખવા જણાવાયું છે. ઉપરાંત 10 વાગ્યા પહેલા 50% અથવા 75% કેપિસિટી સિટીંગ સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં છૂટ અપાઈ છે. ત્યારે જિલ્લા પોલીસની કડક  કામગીરીની પ્રશંસા થઈ  રહી છે

(8:24 pm IST)