Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના12 એચઆઈવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયમંદોની માટે ઘણા વર્ષોથી સેવાકાર્યો કરી રહી છે જેમાં એક રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા પણ અનેક સેવકાર્યો માં હર હંમેશ કાર્યરત હોય અગાઉ આ સંસ્થાના કલ્પેશભાઈ મહાજન ,રાકેશભાઈ પંચોલી ,કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો દ્વારા તૈયાર ભોજન,અનાજ કીટ, કપડાં,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે હાલ નર્મદા જિલ્લાના 12 ગરીબ એચઆઇવી પીડિત બાળકોને ORW ગીતાબેન પટેલની મધ્યસ્થીથી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું આ 12 બાળકોના માપ લઈ આ સંસ્થા દ્વારા કપડાં સિવડાવી વિનામૂલ્યે અપાયા હતા. આ બાળકોમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના વધુ બાળકો હોવાથી ORW ગીતાબેન પટેલે બાળકોના ઘરે પહોંચી કપડાં આપ્યા હતા.

(9:55 am IST)