Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વિજયભાઇ રૂપાણીએ રામભાઇ મોકરિયાને સાંસદ જાહેર થતા અભિનંદન પાઠવ્યા

કર્ણાટક રાજ્યના ગવર્નર વજુભાઇ વાળાએ ઉજ્જવળ રાજકીય કારકિર્દીના શુભાશિષ પાઠવ્યા

અમદાવાદ તા. ૨૩ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડે અને પોતાના વિસ્તારને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે.

મારૂતિ કુરિયરના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર તેમજ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછી જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ બને તેવી શુભકામના પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીએ રામભાઈને રાજયસભાના સભ્ય તરીકે વિજયી બનો તેવા વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ સાથે મતદાન માટે રાજકોટ પધારેલા કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ રામભાઈ મોકરિયાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમને રાજકીય કારકિર્દીમાં ખુબ આગળ વધી રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.

બ્રહ્મ સમાજના અગ્રણી અને તેમની કુશાગ્ર બુદ્ઘિ અને નિષ્ટા થકી સમગ્ર દેશમાં અગ્રીમ 'મારૂતિ' કુરિયરના મલિક રામભાઈ મોકરિયાએ ખુબ નાની વયે કઠોર પરિશ્રમ થકી આ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. રામભાઈ રાજકોટમાંથી રાજય સભાના સાંસદ જાહેર થતા હવે તેઓ લોકસેવાના કાર્યમાં સમર્પિત બને તેવી અભ્યાર્થના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

(11:48 am IST)
  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST