Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વડોદરામાં પોલીટેકનીક કોલેજમાં એજન્ટોનું પ્રવેશ મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ

વડોદરાઃ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. એમ.એસ પોલિટેકિનક કોલેજમાં મતગતણરી દરમિયાન હોબાળો થયો હતો.

પ્રવેશ ગેટ ઉપર એજન્ટોએ હોબાળો કર્યો હતો. પ્રવેશ મુદ્દે એજન્ટોનો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું.

વડોદરા પોલિટેકિનક કોલેજ ખાતે હાથ ધરવામાં આવ્યું છે.. જેમાં ૨૭૯ ઉમેદવારોના ભવિષ્યનો પણ આજે ફેંસલો થઇ જશે, આ પ્રક્રિયામાં જો કે સૌથી પહેલા ૨૨૨૮ બેલેટ પેપરોની ગણતરી હાથ ધરાશે, જેના પછી ૧૨૯૫ ઈવીએમ મશીનોના મતોની ગણતરી હાથ ધરાશે.

(1:01 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST