Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત એસીબી કચેરીએ મેદાન માર્યું પ્રથમ રેન્ક મેળવ્યો

સરકારી અર્ધ સરકારી ઓફિસમાં લાંચિયાઓની સાફસફાઈ દ્વારા વિક્રમ સર્જાયા બાદ નવો વિક્રમ

રાજકોટ, તા.૨૩: ગુજરાતના વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં લાંચ રૂશ્વત વિભાગ દ્વારા ચાલતી સાફસૂફી ચર્ચામાં છે.ત્યારે ખરા અર્થમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગુજરાત એસીબી દ્વારા પ્રથમ રેન્ક હાસલ કર્યો છે.                      

અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા યોજાયેલ સરકારી કચેરીઓના સ્વચ્છ સરકારી કચેરીમાં પ્રથમ રેન્ક મેળવતા ખાસ સર્ટિફિકેટ આપી એસીબી વડાં કેશવ કુમારનું બહુમાન કરવામાં આવતા એસીબી વડાં પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.            

મહા નગરપાલિકા કમિટીના સભ્યો દ્વારા જે માપ દંડ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ રૂબરૂ મુલાકાત બાદ પરિણામો જાહેર થયેલ.

સ્વચ્છ સર્વેક્ષણએ ભારતભરના શહેરો અને નગરોમાં સ્વચ્છતાના ઉચ્ચ મુલ્યો અંગેનો વાર્ષિક સર્વેક્ષણ છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે તેની શરૂઆત કરવામાં આવી હતી, જેનો હેતુ ભારતને કચરા મુકત અને જાહેર ખુલ્લામાં શૌચ મુકત બનાવવાનો છે. 'કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા' દ્વારા આ સર્વે કરવામાં આવે છે, જેમાં ૨૦૨૦માં કુલ-૪૨૪૨ શહેરો અને નગરોનો સમાવેશ કર્યો હતો, જેમાં ૫ લાખથી વધુ યુ.એલ.બી. ડોકયુમેન્ટ પુરાવવાઓનો સમાવેશ કર્યો છે.

(2:44 pm IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST