Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વ્રજેશ ઉનડકટ અને પેનલનો અતિ ભવ્ય વિજય

સુરતમાં ભાજપના વ્રજેશ ઉનડકટનો ૨૩ હજાર મતથી અતિ ભવ્ય વિજય : ડિમ્પલ કાપડીયા, સુમન ગઢીયા, અશોક રાંદેરીયા અને વ્રજેશ ભરતભાઈ ઉનડકટની વોર્ડ નં.૨૧ (સોની ફળીયા, નાનપુરા, અઠવા પીપલોદ)ની પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. મળતા અહેવાલો મુજબ વ્રજેશ ઉનડકટ ૨૩ હજાર મતે આગળ હતા

(3:23 pm IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST