Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં 'કૂદવાનો' દોર શરૂ થશે

૬ મહાનગરોના પરિણામ પછી ગુજરાતમાં વિપક્ષની કફોડી હાલત : કોંગીને સાવ તોડી નાખવાનો ભાજપનો ઇરાદો

રાજકોટ,તા. ૨૩: આજે રાજ્યની ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનોનું ભાજપ તરફી પરિણામ જાહેર થતા તેની રાજ્યના રાજકારણ પર અસર દેખાશે. તા. ૨૮મીએ નગરો અને ગામડાઓનું મતદાન છે. તેનુ પરિણામ તા. ૨ માર્ચે જાહેર થશે. ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના રાજકીય સમીકરણો અલગ હોય છે. શહેરોની જેમ ગામડાઓ પણ સર કરવાની ભાજપની આશા વધી છે. મહાનગરોમાં કોંગી સફાયો થઇ ગયો તે જોતા આવતા દિવસોમાં કોંગી વધુ નબળી પડવાના સંજોગો છે. કોંગીને વધુ નબળી પાડવા ભાજપ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટાનો વધુ એક દોર શરૂ કરાવે તેવી શકયતા નકારાતી નથી.

ગુજરાતમાં કોંગ્રેસનું કોઇ ભાવિ નથી તેમ માની કોંગીના કેટલાય ધારાસભ્યો અને આગેવાનો નજીકના ભૂતકાળમાં ભાજપમાં આવી ગયા છે. છેલ્લી વિધાનસભાની ૮ પેટાચૂંટણી અને આજની મહાનગરોની ચૂંટણીના પરિણામ પછી કોંગીના કેટલાય આગેવાનોને પોતાનું રાજકીય ભાવિ પ્રશ્નાર્થવાળુ દેખાવા લાગ્યુ છે. આવા લોકોને આવકારીને ભાજપ હવે કોંગ્રેસને વધુ ખખોલી બનાવી દેવા માંગે છે. 'પાળી' પર બેઠેલા મનાતા કોંગ્રેસીઓ ગમે ત્યારે ભાજપ તરફી કૂદી જાય તો નવાઇ નહિ. ગુજરાતને કોંગ્રેસમુકત કરવાનું સપનું સાકાર કરવા ભાજપ વિવિધ રીતે પ્રયાસો કરશે. રાજકારણમાં ગમે ત્યારે સમીકરણો બદલતા હોય છે. પણ હાલની સ્થિતીએ ભાજપ બધે મજબુત અને કોંગી વધુ નબળી પડી છે. કોંગ્રેસમાંથી ભાજપ જવાનો પ્રવાહ વધુ એક વખત શરૂ થાય તેવી શકયતા દેખાઇ રહી છે.

(5:17 pm IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST