Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરમાં ફાસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર યુવકે ૧૨ દિવસ પૂર્વેે ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો.સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.બાપોદ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ નિલમ સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષનો કૃણાલ કંચનભાઇ રોહિત મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે.ગત તા.૧૦ મી ના રોજ કૃણાલ મકાનના ઉપરના માળે હતો.જ્યારે તેના માતા પિતા નીચેના રૃમમાં હતા.બપોરે ત્રણ વાગ્યે તેની માતા કૃણાલને ચા પીવા માટે બોલાવવા ગઇ  હતી.પરંતુ,ઉપરના માળે જઇને તપાસ કરી તો  તેમનો પુત્ર કૃણાલ લટકતો હતો.જેથી,તેમને બૂમાબૂમ કરતા કૃણાલના પિતા પણ ઉપરના માળે દોડી આવ્યા હતા.માતા પિતાની  બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા.તેમણે રૃમનો દરવાજો તોડીને કૃણાલને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇગયા હતા.જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત થયુ  હતું.

(4:59 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST