Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગાંધીનગર જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક બાઈક પર જઈ રહેલ બે યુવાનોને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અનેક નિર્દોષ વાહનચાલકો જીવ ગુમાવી રહયા છે. ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. અકસ્માત સર્જીને વાહનચાલકો નાસી છુટતાં હોય છે ત્યારે ગાંધીનગરના ગિયોડ અને દહેગામના હાલીસા ખાતે રહેતા અને ગાંધીનગરની કોલેજમાં અભ્યાસ કરતાં બે યુવાનો બાઈક લઈને ઘરે પરત ફરી રહયા હતા ત્યારે ધણપ પાટીયા નજીક કારે ટક્કર મારતાં ગંભીર ઈજાઓના કારણે એક યુવાનનું સ્થળ ઉપર તો બીજા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઈન્દિરાનગર ગિયોડ ખાતે રહેતા રમેશભાઈ હરજીભાઈ દંતાણીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમનો ભત્રીજો રાહુલ જે ગાંધીનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે. તેના મીત્ર ધવલ જયંતિભાઈ દંતાણી રહે.હાલિસા સાથે બાઈક નં.જીજે-૧૮-ડીકે-૫૨૩૨ લઈને ગાંધીનગર કોલેજ ગયા હતા જયાંથી બન્ને મિત્રો ઘરે પરત ફરી રહયા હતા તે દરમ્યાન ધણપ પાટીયા પાસે ગીયોડ ગામ તરફ આવતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર નં. એમએચ-૦ર-એકયુ-૯૩૨૩ના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બન્ને મિત્રો રોડ ઉપર પટકાયા હતા.જેના પગલે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે શરીરે ગંભીર ઈજાઓના કારણે રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું તો ધવલને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન ધવલનું પણ મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના કાકાની ફરીયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:01 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST