Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગાંધીનગર:ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી પાડયો

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૃની હેરાફેરીનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે અને ચિલોડા પોલીસે આગમન હોટલ પાસે વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી વધુ બે મુસાફરને ૧૨ બોટલ વિદેશી દારૃ સાથે ઝડપી પાડયા હતા. રાજસ્થાનના આ મુસાફર દારૃ કયાંથી લાવ્યા હતો અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.  

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરોના વાહનો ઝડપી લઈ દારૃ કબ્જે કરવામાં આવતાં હવે રાજસ્થાનથી ખેપિયાઓ મારફતે ખાનગી લકઝરી કે સરકારી બસમાં દારૃની હેરાફેરીના કિસ્સા વધી ગયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા અવારનવાર વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી આવા મુસાફરોને પકડવામાં આવી રહયા છે જેમની પાસેથી દારૃનો જથ્થો મળી પણ રહયો છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ આગમન હોટલ પાસે વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતાં પ્રશાંત ટ્રાવેલ્સની લકઝરી બસ આરજે-૪૯-પીએ-૦૧૪૬ને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૃની ૧૨ જેટલી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આ થેલા સંદર્ભે તપાસ કરતાં બસના મુસાફર નરેન્દ્રસિંહ મોહનસિંહ રાવત અને નરપતસિંહ રતનસિંહ રાવત રહે.છોટી કાડમ મુલીયા તા.રાયપુર પાલી રાજસ્થાનનો હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે ૧૨ બોટલ વિદેશી દારૃ સાથે ૫૪૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી છે. 

(5:02 pm IST)