Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી જીતને ભાજપ દ્વારા ફટાકડા ફોડીને વધાવવામાં આવી

વિરમગામ ખાતે ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી કરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાત રાજ્યની ૬ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મહાનગરપાલિકાઓમાં મળેલા ભવ્ય વિજયે રાજ્યભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો છે. મંગળવારે ગુજરાત ની ૬ મહાનગરપાલિકાઓ ની ચૂંટણીઓ માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વિરમગામમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના ભાજપના કાર્યકર્તાઓમાં આનંદ, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અનેશ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

(5:15 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST