Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ફાંસી આપ્‍યા બાદ તે દોરડાનું તાવીઝ બનાવીને નાટા મલ્લિક નામનો જલાદ વેચતોઃ દમ જેવી મોટી બિમારીથી મુક્‍તિ મળતી હોવાની માન્‍યતા

અમદાવાદઃ નિર્ભયાના 4 ગુનેગારોને ફાંસી આપવાવાળા જલ્લાદ પવન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અમરોહાની શબનમને ફાંસીની સજા મળી છે. પ્રેમમાં આંધડી થઈને સબનમે તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી હતી. હવે તેને ગમે તે સમયે ફાંસી આપવામાં આવશે. શબનમને ફાંસી આપવાની જવાબદારી મેરઠના પવન જલ્લાદને આપવામાં આવી છે. ભારતમાં બે જ જલ્લાદ પરિવાર છે. પહેલા પવનકુમાર અને બીજા પશ્ચિમ બંગાળના બાબુ અહમદ.

ફાંસી પર ચઢાવવાનું હતું વારસાગત કામ

2000ના વર્ષમાં નાટા મલ્લિક પશ્ચિમ બંગાળ રાજ્યના ફેમસ જલ્લાદ હતા. તે મૂળ કોલકત્તાના રહેવાસી હતા.તેમના માટે કોઈને ફાંસીએ ચડાવવું તે વારસાગત કામ હતું. બ્રિટિશ રાજમાં નાટાના પિતાએ 500થી પણ વધારે લોકોને ફાંસી પર લટકાવ્યા હતા જેમાં સૈથી વધુ બંગાળી ક્રાંતિકારી હતા. નાટાના દાદાએ પણ કેટલાય લોકોને ફાંસી આપી હતી.

આટલો મળતો હતો પગાર

વેસ્ટ બંગાળ સરકાર નાટા મલ્લિકને 10 હજાર રૂપિયા પગાર આપતી હતી. આ ઉપરાત નાટાને દરેક ફાંસી પર 5000થી 10000 રૂપિયા મળતા હતા.

ફાંસીના દોરડા માટે ઘર આગળ લાગતી હતી લાઈન

નાટાએ તેની 25મી ફાંસી અલીપુર જેલમાં ધનંજય ચેટર્જીને 14 ઓગસ્ટ 2004માં આપી હતી. તમને જણાવી દઈએ કે જે દોરડાથી ગુનેગારને ફાંસી પર લટકાવવામાં આવતો હતો તે દોરડાના નાના-નાના ટૂકડા લેવા માટે નાટા જલ્લાદના ઘરે લોકોની ભીડ ઉમટી પડતી હતી. સાંભળવામાં આ ભલે અટપટું લાગે પરંતુ આ સત્ય છે.

દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો નાટા મલ્લિક

દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો નાટા મલ્લિક. ગુનેગારને ફાંસી પર લટકાવ્યા બાદ તે દોરડાને ઘરે લઈ જતો હતો. આ દોરડાના ટૂકડાઓમાં તાવીઝ બનાવીને વેચતો હતો. આવી રીતે તાવીઝ વેચીને નાટા હજારો રૂપિયા કમાયા. લોકોનું માનવું હતું કે ફાંસીના દોરડાથી દમ જેવી મોટી બિમારીઓથી મુક્તિ મળે છે. નાટાએ તેના ઘરની બહાર ફાંસીની ગાંઠ બનાવીને લટકાવી રાખી હતી.

ફાંસીના દોરડામાં હોય છે ઔષધિય ગુણ

નાટા મલ્લિક માનતો હતો કે ફાંસી પહેલા આ દોરડા પર સાબુ, કેળા, ઘી લગાવવમાં આવે છે જેના કારણે તેમાં ઔષધિય ગુણો આવી જાય છે. નાટાનું કહેવું હતું કે તેમની પાસે આવેલા જેટલા પણ દર્દીઓએ તાવીઝ પહેર્યું છે તે એકદમ સ્વસ્થ થયા છે. આવું કરવાવાળા નાટા મલ્લિક પ્રથમ જલ્લાદ ન હતા નાટાના દાદા પણ આવી જ રીતે તાવીઝ બનાવીને આપતા હતા.

(5:47 pm IST)
  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST