Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોર્પોરેશનમાં કેસરિયાથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના વિરમગામ ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા "ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ" સૂત્ર આપવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોર્પોરેશનમાં કેસરિયો લહેરાવ્યો છે. "ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ" સુત્ર મહાનગરપાલિકાઓના પરિણામથી સાર્થક થયું છે તેમ લાગી રહ્યું છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે.  

  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામનો સીધી અસર નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાનાર ચૂંટણી પર સ્પષ્ટ રીતે પડી શકે છે. મતદારો મહાનગર પાલિકાઓની જેમ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપી વિજય બનાવશે તેઓ ભાજપના કાર્યકરો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશનમાં કેસરિયાથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના વિરમગામ ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ ચોક્કસ વધ્યો છે. પેજ સમિતિ ભાજપ માટે ચૂંટણી જીતવા બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે અને કોર્પોરેશનની જેમ જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ ભાજપના કાર્યકરોમાં દેખાઈ રહ્યો છે.(તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(6:36 pm IST)