Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રેન્જ આઇજી અભય ચુડાસમાની પોલીસ અધિકારીઓની સાથે મિટિંગ

અરવલ્લી એલસીબી દારૂ કાંડની તપાસનો ધમધમાટ : અરવલ્લી એલસીબી કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ

મોડાસા, તા. ૨૩ : શુક્રવારે અરવલ્લી એલસીબી કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી જેને લઈ રેન્જ આઇજી અભય ચુડાસમાએ અરવલ્લી એલસીબી દારૂ કાંડની તપાસ અંગે સીટની રચના કરી સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપ્યા બાદ ખુદ રેન્જ આઈજી અરવલ્લી પોલીસ ભવનમાં દોડી આવ્યા હતા અને જિલ્લા એસપી સંજય ખરાત અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીજીબાજુ પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત ચૂંટણી અનુસંધાને પણ રેન્જ આઈજીએ મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું

શુક્રવારે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે એલસીબીને દારૂ વેચવાનો શોખ જાગ્યો હતો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલ દારૂ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે એલસીબી કચેરી ખાતે લાવી કેટલીક પેટીઓ ઓફીસની જુદીજુદી રૂમોમાં ઉતારી અને કેટલીક ખાનગી નંબર વગરની ૫ણ વહીવટદારની કારમાં ભરી પહોંચાડવા તજવીજ હાથ ધરી.પરંતુ પાપનો ઘડો છલકાયો હોય એમ કાર પલ્ટી અને મોટું રેકેટ ઝપાડયું હતું જેમાં એલસીબી પીઆઈ આર કે પરમાર,વહીવટદાર શાહરુખ અને પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો હતો એસપી સંજય ખરાતે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે પીઆઇ આર કે પરમાર,પોલીસ કર્મી અતુલ ભરવાડ અને વહીવટદાર શાહરુખ પોલીસ પકડથી દૂર છે રેન્જ આઈજી અભય ચુડાસમાએ સોમવારે અરવલ્લી એસપી કચેરીમાં આવેલ એલસીબી ઓફિસની મુલાકાત લીધી હતી અને અરવલ્લી એસપી તેમજ જીલ્લાના પોલીસ અધિકારીઓ સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા હતા.

(7:44 pm IST)
  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST