Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

હાર્દિક પટેલ વધુ એકવાર કોંગ્રેસને મત અપાવવામાં નિષ્ફળ રહ્યો

સુરતમાં તો પક્ષનું પર્ફોમન્સ સાવ કથળ્યું : હાર્દિક પટેલના ઝંઝાવાતી પ્રચાર છતાંય રાજકોટ, જામનગર અને ભાવનગરમાં કોંગ્રેસ ખાસ કંઇ ઉકાળી ના શકી

ગાંઘીનગર,તા.૨૩ : અમદાવાદ રાજ્યના છ મહાનગરોમાં રવિવારે થયેલા મતદાનની આજે ગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિમાં તમામ છ શહેરોમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે, પરંતુ કોંગ્રેસનું પર્ફોમન્સ ગત ચૂંટણી કરતાં પણ ખરાબ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કોંગ્રેસે હાર્દિક પર મોટો મદાર રાખ્યો હતો, અને તેણે ઠેકઠેકાણે જંગી સભાઓ પણ કરી હતી, પરંતુ તેનું વોટમાં પુનરાવર્તન થઈ શક્યું હોય તેવું હાલના આંકડા પરથી નથી લાગી રહ્યું. કોંગ્રેસની સૌથી ખરાબ હાલત રાજકોટમાં થઈ છે, જ્યાં ભાજપનો રથ આગળ ચાલી રહ્યો છે, અને કોંગ્રેસ એક આંકડામાં પૂરતી જ મર્યાદિત રહી જાય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. જામનગરમાં પણ કોંગ્રેસ હાલ માત્ર ૦૫ બેઠકો પર આગળ ચાલી રહી છે.

પાટીદારોના ગઢ ગણાતા સુરતના કેટલાક વિસ્તારોમાં પણ હાર્દિકે જોરશોરથી પ્રચાર કર્યો હતો, પરંતુ પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલા ડખાને કારણે સુરતમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનું પર્ફોમન્સ વધુ સારું દેખાઈ રહ્યું છે. વડોદરામાં પણ કોંગ્રેસ જે વિસ્તારોમાં આગળ ચાલી રહી છે અથવા જીત હાંસલ કરી ચૂકી છે તે વિસ્તારોમાં કોંગ્રેસ પહેલાથી જ મજબૂત હતી. આમ, ૨૦૨૦માં થયેલી પેટાચૂંટણી બાદ હવે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થતાં સભામાં ભીડ ભેગી કરી શકતો હાર્દિક તેને વોટમાં કન્વર્ટ કરી શકે છે કે નહીં તે મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ હાર્દિકે જામનગર બેઠક પરથી લડવાની પૂરી તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોર્ટમાંથી રાહત ના મળતા તેને ચૂંટણી લડવાનું માંડી વાળવું પડ્યું હતું. જોકે, હાર્દિક તે ચૂંટણીમાં પણ કોંગ્રેસને એકેય બેઠક જીતાડી નહોતો શક્યો. ત્યારબાદ રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં પણ હાર્દિક ફેક્ટર ખાસ અસર ઉપજાવી શક્યું નથી.

(9:29 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST