Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોંગ્રેસ પાર્ટી માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ વિચારધારા છે : હાર બાદ હાર્દિક પટેલનું નિવેદન

જીતેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવીઅને હારેલા ઉમેદવારોને જનતાની વચ્ચે રહી તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનવા અપીલ

ગુજરાતની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના જીતેલા ઉમેદવારોને હાર્દિક પટેલે શુભેચ્છા પાઠવી છે અને હારેલા ઉમેદવારોને જનતાની વચ્ચે રહી તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનવાની વિનંતી કરી છે.

આજે ગુજરાતની છ મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે અને જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસની હાર થતા ઘણા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હારેલા તમામ કોંગી ઉમેદવારોને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી જણાવ્યુ હતુ કે, પ્રજાના વચ્ચે જઈ તેઓના સુખ દુઃખમાં ભાગીદાર બનો અને તેમની તમામ સમસ્યાઓ સાંભળો. જયારે જીતેલા તમામ ઉમેદવારોને તેઓએ શુભેચ્છા પાઠવી

(9:52 pm IST)
  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST