Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રૂઢ ભીલવાડા પાટીયા પાસે ટ્રેકટર ચાલકે ફોર વ્હીલ સાથે અકસ્માત કરતા 2 ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ગોપાલસિંહ સોલંકીએ આપેલી ફરિયાદ મુજબ નાંદોદ તાલુકાના રૂઢ ભીલવાડા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર ચાલક સુનીલભાઈ જયંતી ભાઇ વસાવા (રહે મોલેથા, જી.વડોદરા એ પોતાનું ટ્રેકટર નં. GJ - 19 - GJ - A - 2646 પુરઝડપે હંકારી આવતા યુવરાજસિંહની ફોર વહીલ ગાડી નંબર GJ - 22 - H - 2429 ની સાથે અથાડી દેતા તેમને તથા અદિતિબેન નિલેશભાઇ પંચોલીને ગંભીર ઇજાઓ કરી હોય રાજપીપળા પોલીસે ટ્રેકટર ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)