Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામથી પુત્રવધુ ગુમ થતા સસરાએ સાગબારા પો.સ્ટે.નો આશરો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના ચિત્રા કેવડી ગામની પરણિત મહિલા ગુમ થતા તેમના સસરાએ સાગબારા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે પુત્ર વધુને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પો.સ્ટેશનમાં જાહેરાત આપનાર કાંતીલાલભાઇ મદનભાઇ પટેલ (રહે.ચિત્રાકેવડી) ની ફરિયાદ મુજબ તેમની પુત્રવધુ રક્ષાબેન રાજેશભાઇ પટેલ( ઉ.વ .૩૩ ) (રહે.ચિત્રા કેવડી તા. સાગબારા જી.નર્મદા) ના લગ્ન આઠ વર્ષ પૂર્વે થયા હોય તેમને સંતાન ન હોય અને પોતાની સાસરીમાં પતિ તથા સાસુ સસરા સાથે રહેતા હોય જેઓ તા .૨૧ ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10 વાગ્યા થી ક્યાંક જતા રહેલ હોય ઘણી શોધખોળ કરવા છતાં તેમનો ક્યાંયે પત્તો ન લાગતા આખરે તેમના સસરાએ સાગબારા પોલીસનો આશરો લેતા સાગબારા પોલીસે મહિલાની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:25 pm IST)
  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST