Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વાઘડિયા સ્થિત નર્મદા નિગમના ગોડાઉનમાંથી એક લાખના કેબલની ચોરી થતા પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપીઓને ઝબ્બે કર્યા

ચોરીને અંજામ આપનાર ૦૭ આરોપીઓ સાથે ચોરાયેલ મુદ્દામાલ ગણતરીના સમયમાં રિકવર કરતી પોલીસ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા ડેમના યાંત્રિક વિભાગમાં કામ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર જયેશભાઇ જશવંતભાઇ ચૌધરીએ કેવડિયા પો.સ્ટે.માં આપેલ ફરિયાદ મુજબ તેઓ ગોડાઉન સ્ક્રેપ કરવાની દરખાસ્ત કરવા માટે સર્વે કરવા ગોડાઉન પર ગયા હતા તે સમયે જાણ થઈ કે આ બંધ ગોડાઉનમાથી કોઇ ચોરટાઓ ગોડાઉન પાછળ આવેલ પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનનું ઉપરનું પતરુ ઉંચુ કરી ગોડાઉનના પીલર વડે નીચે ઉતરી કેબલના રોલમાથી કેબલ કાઢી કટકા કરી અંદાજીત ૭૦૦ મીટર કેબલ જેની કી.રૂ.૧,૦૦,૦૦૦ ની ચોરી કરી ગયા હોય આ બાબતે તેમણે કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપતા  કેવડિયા પોલિસે તરત એક્ષન લેતા ગણતરીના કલાકો માં ચોરીનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું કેવડિયા પો.સ્ટે.ના PSI સી. એમ.ગામીતે જણાવ્યું હતું.

  ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી (૧) મુકેશભાઇ બાબુભાઇ તડવી (૨) વીપુલભાઇ સુખરામભાઇ તડવી રહે-વાધડીયા (3) રવીંદ્રભાઇ મુળજીભાઇ તડવી (રહે-ઝરવાણી (૪) ભાવેશભાઇ નગીન ભાઇ તડવી (રહે-થવડીયા) (૫) નરેશભાઇ કાંતીભાઇ તડવી( રહે ઝરવાણી (૬) કંચનભાઇ નારણભાઇ તડવી(રહે- ઝરવાણી) (૭)હનુમાન શ્રી ગોપાળસિંહ કુશવહ(રહે કલેરીયા ચોકડી નસવાડી )નો સમાવેશ થાય છે.

(10:27 pm IST)