Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પોલીસે આંઠ યુવતી સહીત સંચાલકની ધરપકડ કરી

અમદાવાદ: થલતેજ અને વસ્ત્રાપુરમાં ચાલતા સ્પા સેન્ટર પર પોલીસે મંગળવારે રેડ કરી હતી. વસ્ત્રાપુરના ગુરૂકુળ રોડ પર હિમાલયા મોલમાં બીજા માળે ચાલતા સ્પામાં ડમી ગ્રાહક મોકલી રેડ કરતા દેહવિક્રયની પ્રવૃત્તી ચાલતી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હતો.થલતેજ પાસે ચાલતા સ્પાની જાણ સંચાલકે પોલીસને આપી હતી. સ્પામાંથી રશિયન સહિત આઠ યુવતી મળી આવી હતી. વિદેશી યુવતી વિઝા નિયમનો ભંગ કરી સ્પામાં કામ કરતી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતોક્રાઈમબ્રાંચના એએચટીયુની ટીમે વસ્ત્રાપુર ગુરૂકુળ રોડ પર હિમાલયા મોલના બીજા માળે ચાલતા ઈમેજીકા થાઈ સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન સ્પા સેન્ટરની આડમાં દેહવિક્રયની પ્રવૃત્તી સંચાલકો ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે હસમુખભાઈ લક્ષ્મણભાઈ બગડા વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતીવસ્ત્રાપુર પોલીસે થલતેજ એસ.જી.હાઈવે પર આવેલા જયહિંદ કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતા બુધ્ધા ઈન્ટરનેશનલ સ્પામાં રેડ કરી હતી. પોલીસને સ્પા સેન્ટરમાંથી રશિયાની યુવતી સહિત આઠ યુવતીઓ મળી હતી. સ્પા સેન્ટરના સંચાલકે પોલીસને કોઈ જાણકારી આપી હતી. સ્પા સેન્ટરના સંચાલકોએ નજીકના પોલીસ સ્ટેશનના પોતાના ત્યાં કામ કરતી યુવતીઓ સહિતની વિગતો આપવાની હોય છે. બીજી તરફ સ્પા સેન્ટરમાં કામ કરતી રશિયન યુવતીને વિઝાના નિયમનો ભંગ કરી સંચાલકે પોતાના ત્યાં નોકરી પર રાખી હોવાનો ખુલાસો થયો હતો. વસ્ત્રાપુર પોલીસે સ્પા સંચાલક રીનુ રામકિશોર કશ્યપ અને કમલેશ મુળચંદાની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી

(6:47 pm IST)